Wed 28 Feb 2007
સ્વાગતમ્
Filed under: સ્વાગતમ્ — palak @ 7:14 pm

ગુજરાતી બ્લોગની ‘તણખાં’ ની આવૃત્તિમાં આપનું સ્વાગત છે.
આગળની બધી પોસ્ટ સ્વરચિત કેટેગરીમાં મુકેલ છે, તે સૌ ને જોવા માટે ડાબી બાજુ ક્લીક કરો.

Comments (0)
Mon 26 Feb 2007
જીવનનો શિયાળો-પલક
Filed under: સ્વરચિત — palak @ 6:22 pm

http://www.martiniere.com/images/galleryimages/city%20in%20winter.jpg
પવન ના સુસવાટા સાથે વાદળો ઘેરાયા. તાપમાન તો શૂન્યથી પણ નીચે! કાળી કીડીઓને સમુહમાં જોઇએ, એવી લાગે લોકોની વસ્તી! શિયાળાની તો ઋતુ જ એવી ને! અને એમાં પણ ન્યુયોર્કની શેરીઓ. ઊંચા ઊંચા પર્વતો જેવી લાગતી મહાકાય ઇમારતો! કીડીઓ જેમ મહામહેનતે દરમાં ખોરાક લાવે એવી જ રીતે આખા દિવસના પરિશ્રમથી લોકો ઘરે પૈસા લાવે. ભાઇ, અમેરિકા ની તો માયા જ એવી! અમેરિકામાં પ્રિય રંગ કદાચ લીલો હશે; સવારથી લોકો લીલી ટ્રાફિક લાઈટ્ પાછળ દોડે. અને આખો દિવસ લીલી નોટ પાછળ, સવારથી માંડીને રાત સુધી. દોડાદોડમાં દિવસો ના દિવસો પસાર થઇ જાય. એકબીજાની સામે જોવાનો પણ સમય ન મળે એ વખતે કુદરત સામે જોવાનો સમય કોને મળે?

કડકડતી ઠંડી પણ કામ કરવાથી રોકી ના શકે. પણ કુદરતને અવગણાય થોડી? જેમ પિતા બાળકો ને શીખવે, એમ એક શિક્ષકની જેમ કુદરત ઘણું બધુ શીખવે. જાય. જીવન કોઇ નવા રંગનું દેખાય. એટલે તો કહેવાય છે ને કે ‘Life is Colourful’
તો પછી આવા પવનના ઝોકા અને ગાત્રો થીજવતી ઠંડી પછી કયો રંગ હોય? વાદળો તો જામ્યા છે હવે વર્ષની જ રાહ છે.પણ ઠંડી કંઇ એટલી કાચી છે કે વરસાદ ને પાણી સ્વરૂપે પડવા દે. પવન શાંત થાય અને પેલા થર્મોકોલના બોલની જેમ હિમવર્ષા થાય. એ પોચો-પોચો સ્નો..હિમવર્ષા સમયે જો ઉપર જોઇએ તો સંધ્યાકાળે કાળા કાળા આભમા ધોળા ધોળા ઝરમરતા સફેદ ટપકા! આકાશ તારા જોઇને તો જાણે સ્વર્ગની સીડીઓ પર જતા હોય એવુ લાગે એવુ લાગે. એવી તો અદભૂત લાગણી હોય કે જે ઉંચાઇ પર સડસડાટ લઇ જાય. અને ગણતરીના સમયમાં જ સફેદ રૂ સમા ઢગલા થઇ જાય! એ વખતે વાહનોની હિલચાલ ઓછી થાય. અમુક કલાકો સુધી આકાશી ચાળણીમાંથી આ બરફ ચળાતો રહે. આવા સમયે જો ઘરની બહાર હોઇએ તો જમીન પણ એક સફેદ ચાદર પાથરેલી દેખાય. સમગ્ર સૃષ્ટિ સફેદ! અને બધી દિવાલ જાણે મટી જાય ને બગીચામાં મકાનો અને મકાનોની આસપાસ ખુલ્લુ સફેદ મેદાન!
પણ વાહન વ્યવહાર ઠપ્પ થાય એ તો ચાલે જ નહી! મોટા વાહનો સફાઇ માટે નીકળી પડે, અને થોડાક જ સમયમાં પછી દીવાલો ઉભી થઇ જાય. દીવાલો, બે મકાનો વચ્ચે, જીવ અને કુદરત વચ્ચે. પ્રકૃતિનો આનંદ ઉઠાવતો માનવી થોભી જાય અને પહેલાની જેમ લીલા રંગમાં જ ખોવાઇ જાય છે.

Comments (2)
Sun 25 Feb 2007
My~મારું quote~અવતરણ
Filed under: સ્વરચિત — palak @ 3:04 am

heads

“HEAD MAKES ALL THE DIFFERENCE, BOTH; LIMITS AND INCREASES EFFECTIVENESS AT TIMES. A HEART IS NEEDED TO KEEP IT IN MOTION”

-Sarjeet.


“માથું બધું બદલી નાખે છે. સમયે રોકે છે અને સમયે અસરકારક બનાવે છે પણ ભાવોનું હાર્દ એ એને ગતિ આપે છે. “

-સર્જિત.

Comments (4)
Wed 21 Feb 2007
સાહિત્ય -પલક
Filed under: સ્વરચિત — palak @ 7:12 pm

http://www.sagercreekartscenter.com/images/Photos/literature.jpg
સાહિત્ય સાચુ મિત્ર છે. કળા હંમેશા લાગણીથી આવે છે. મુશ્કેલીમાં સાથે આપે છે. જે શબ્દોથી ન કેહવાતું એ આંખોથી ઝરે છે. એ ભાષા બહુ તાકાત હોય છે. રીઝવે છે, અને સમજનારને સત્ય તરફ લઈ જાય છે અને કર્મ કરવા પ્રેરે છે. આવા સાહિત્યનો સહારો દરેક મુશ્કેલીમાં લેવો જોઇએ, અને જીવનની નાનામાં નાની કોઇ પણ મુશ્કેલીને અવગણવી ન જોઇએ. સાહિત્યમાં ભાષા અગત્યની નથ પણ ભાવો અગત્યના છે. લખાણની લંબાઇ અગત્યની નથી, પણ એની પારદર્શિતા-સરળતા અગત્યની છે. ખરી ફિલસુફી એ જીવન કઇ રીતે જીવવુ એની છે.
સાહિત્ય એ જીવન નથી પણ જીવન એ સાહિત્ય છે.

Comments (4)
Mon 12 Feb 2007
કાલે પેટ્રોલીયમ ખતમ થઇ જાય તો?
Filed under: સ્વરચિત — palak @ 6:49 pm

બસ માની લો કે આવતા ૪૦-૫૦ વર્ષોની જગાએ પેટ્રોલીયમ કાલે જ ખતમ થઇ જાય તો માનવો શું કરે? આપણી પાસે એનો વિકલ્પ કયો? માત્ર એમ્બ્યુલન્સ ના અને વિમાનોન અભાવે કેટલા માણસો સ્વધામે જશે? બહુ કાલ્પનિક વસ્તુ છે પણ આપણી આળસ આવતા ૪૦ વર્ષોમાં શું કરે એ રામ જ જાણે. સી.એન.જી ને એલ.પી.જી. ખરા પણ એ તો છેવટે પેટ્રોલીયમની જ આડપેદાશ છે. આ જ પોસ્ટમાં કોમેન્ટ્સ સાથે આ ચર્ચા ચાલુ રાખીશું.
http://static.flickr.com/22/91744486_53bbe9eb35.jpg

Comments (3)
Fri 9 Feb 2007
મારી પહેલી ટુંકી વાર્તા-સર્જિત
Filed under: સ્વરચિત — palak @ 6:08 pm

http://static.flickr.com/39/73964962_2fe58c6a72.jpg
એ હાર હતો, એનો રંગ, આહાહા! મેં મારી ચોપડીમાં વાંચેલુ, જ્યારે આર્મસ્ટ્રોંગે પૃથ્વીને ચંદ્ર પરથી જોઇ ત્યારે એને કેવી મોતી જેવી લાગેલી, બસ એવા રંગનો..મને મમ્મીની યાદ આવી ગઇ. એ હાર એને ભેટ તરીકે આપ્યો હોય તો. મમ્મી હોસ્પીટલમાં છે, ૩ દિવસ થયા. મારે સ્કુલે નથી જવાનું એટલે મજા પડે છે પણ મમ્મી જ્યારે મને જોઇને પરાણે કણસીને હસે છે ત્યારે ખબર નહી શું થઇ જાય છે, કંઇક કરી નાખવાની ઇચ્છા થાય છે. આ હાર આપ્યો હોય તો એનું દર્દ ઓછું નહી થાય? એના ગળામાં કેવો સરસ લાગશે! બસ મેં નક્કી કરી લીધું કે હાર જોઇએ જ છીએ. સોનીકાકા મને હંમેશા દુકાનમાં આવવા દે, એટલે મેં એ હાર ક્યારે લઇ લીધો એ એમને ખબર જ ના પડી